Course: Net & Network

નેટવર્ક શબ્દથી આપણે સૌ પરિચિત છીએ. વિવિધ પ્રકારના નેટવર્ક જેવા કે રોડ નેટવર્ક, કેનાલ નેટવર્ક, રેલ્વે કે બસ નેટવર્ક, ટેલિફોન નેટવર્ક જેવા શબ્દો આપણે ઉપયોગમાં લેતા આવ્યાં છીએ. એકવીસમી સદીના પ્રથમ દાયકાથી અનેક નવા શબ્દો જેવા કે મોબાઇલ નેટવર્ક, સોશ્યલ નેટવર્ક (Social Network) પરિચયમાં આવ્યાં છે. નેટવર્ક એટલે કે એકબીજા સાથે સંકળાયેલ ઘટકોનો સમૂહ. આ સમૂહમાં મનુષ્ય કે પછી ડિવાઈસ હોય શકે છે. આ દરેક ઘટક સંદેશો મોકલવા કે સ્વીકારવા માટે સક્ષમ હોય છે. જયારે આપણે કમ્પ્યૂટર નેટવર્ક (Computer Network) શબ્દ વાપરીએ ત્યારે આ બધા ઘટકો વિવિધ પ્રકારના કમ્પ્યૂટર, લેપટોપ કે ટેબ્લેટ હોય છે. ચાલો, હવે આપણે કમ્પ્યૂટર નેટવર્કનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરીએ.