Course: મુદ્રારાક્ષસની શોધમાં....

વૈશ્વિકીકરણના આ યુગમાં સર્વત્ર ક્રાંતિ આવી છે. મુદ્રણક્ષેત્ર પણ એમાંથી બાકાત નથી. મુદ્રણક્ષેત્રે ઘણાં કલાત્મક સુધારા-વધારા જોવા મળે છે. મુદ્રિત ગ્રંથોની સંખ્યામાં પણ પૂર આવ્યું છે. મુદ્રિત સામગ્રીમાં વર્ણનાત્મક સામગ્રીની સાથે ચિત્રો, નકશા, ડાયેગ્રામ ઉમેરાતાં ગયાં છે. આમ ક્રમશ: મુદ્રણસામગ્રીએ અવનવીન રૂપ પ્રગટાવ્યા છે, પરંતુ તે સામગ્રીના છાપકામમાં વિવિધ પ્રકારની ભૂલો થતી આપણે જોઈએ છીએ. એક જ શબ્દને આપણે જુદી જુદી રીતે છપાયેલો જોઈએ છીએ. આવી પરિસ્થિતિમાં મુદ્રણમાં એકવાક્યતા લાવવા માટે સાચી, શુદ્ધ સામગ્રીનું અવગમન કરવા માટે થયેલી મુદ્રણભૂલોને દૂર કરવા માટે પ્રૂફ-વાચનની અનિવાર્યતા છે. મશીન એમાં ફીડ થયેલી સામગ્રી સિવાય અન્ય કોઈ સામગ્રીના સંદર્ભે કાર્યરત બનતું નથી. પ્રસ્તુત સંદર્ભે પ્રૂફ વાચકની ઉપયોગિતા વધી જાય છે. પ્રસ્તુત પરિસ્થિતિને સુગમ કરવા પ્રૂફ, પ્રૂફ-વાચન અને પ્રૂફ વાચકનો પરિચય કરીએ અને એનું મહત્ત્વ સમજીએ.