આ અભ્યાસક્રમમાં કુલ પાંચ એકમો છે.
- એકમ 1 માં ‘પોષણક્ષમ આહારની પસંદગી’ અંતર્ગત ખાદ્યોના પોષણમૂલ્ય, જુદી જુદી ઋતુમાં અને વિસ્તારમાં ઉપલબ્ધ ખાદ્યપદાર્થો તથા ઓછા ખર્ચે વધુ પોષણ મેળવવાની જાણકારી આપેલી છે.
- એકમ 2 માં આપણા દેશમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ખાદ્યપદાર્થો, પ્રચલિત ભોજન પદ્ધતિઓ(શાકાહાર અને માંસાહાર) તથા તેની પોષણકીય પર્યાપ્તતાનો અભ્યાસ કરીશું તથા તેની પોષણકીય ગુણવત્તા વધારી આહારને વધુ આરોગ્યપ્રદ બનાવવાના સરળ ઉપાયો પણ જોઇશું.
- એકમ 3 માં ખાદ્ય-બનાવટની તૈયારી અને રાંધવાની વિવિધ પદ્ધતિઓ શીખવા ઉપરાંત ખાદ્યબનાવટની ઉચ્ચ ગુણવત્તા; એટલે કે રંગ, સુગંધ, બંધારણ અને પોષણમૂલ્ય જાળવવાનો રસપ્રદ અભ્યાસ કરવામાં આવશે.
- એકમ 4 માં આરોગ્યપ્રદ આહારની બનાવટ પર પ્રકાશ ફેંકે છે. આ એકમમાં આહારથી ફેલાતા રોગો અને તેના અટકાવની ઉપર ભાર મૂકવામાં આ
વ્યો છે.
- એકમ 5 માં ખાદ્યપદાર્થોમાં બગાડ થવાના કારણો, તેને અટકાવવાનાં ઉપાયો તથા ખાદ્યપદાર્થના પરિરક્ષણની પદ્ધતિઓની ચર્ચા કરી છે. આ અભ્યાસ દ્વારા તમે ખાદ્યપદાર્થોને બગડતા અટકાવવાની રીતો શીખી શકશો તથા ખાદ્યપદાર્થોની ગુણવત્તા લાંબો સમય જાળવી તેમાંથી મહત્તમ પોષણ મેળવી શકાય છે તે સમજી શકશો.
વિષયનું પ્રાથમિક જ્ઞાન હોવું જરૂરી છે.
1. પોષણક્ષમ આહારની પસંદગી
1. ભારતીય ભોજનપ્રણાલી અને પોષણકીય પર્યાપ્તતા
1. ખાદ્યપદાર્થની બનાવટ તથા તેની ગુણવત્તાની
1. આરોગ્યપ્રદ આહારની બનાવટ