Course: सर्वे सन्तु निरामया:

આપણા દ્વારા લેવાતા વિવિધ ખાદ્યપદાર્થોમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ(કાર્બોદિત), ફૅટ્સ(વસા/ચરબી) વિટામિન અને મિનરલ(ખનીજો) હોય છે. તમે જાણો છો કે આ પોષકતત્વો(પોષકઘટકો) શરીરની વૃદ્ધિ, વિકાસ અને સ્વાસ્થ્યની જાળવણી માટે જરૂરી છે, તેથી તે યોગ્ય પ્રમાણમાં લેવાવાં જોઈએ. અનાજ, કઠોળ, ફળ, શાકભાજી, દૂધ અને તેની બનાવટ અને માંસાહારી લોકો માટે માંસાહાર – આ બધા ખાદ્યજૂથમાંથી નિર્ધારિત પ્રમાણમાં ખાદ્યપદાર્થોને સાથે લેવાથી એટલે કે સંમિશ્રણ કરવાથી પોષણક્ષમ આહાર બનાવી શકાય છે. આહારના પોષણમૂલ્ય ઉપરાંત અન્ય જરૂરી બાબત છે, આહારની કિંમત અને ઉપલબ્ધતા. જે-તે ઋતુમાં મળતા ખાદ્યપદાર્થો તથા જે-તે પ્રદેશમાં ઉત્પાદિત ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરવાથી ઓછી કિંમતે પોષણક્ષમ આહાર સહેલાઈથી મેળવી શકાય છે.